Krishna Niswarth Seva Trust Logo

ચાંદલોડિયાનું ગૌરવ

એકલા રહેતા મધ્યમ વર્ગના અશક્ત વડીલોને વિનામૂલ્યે ઘરે ભોજન પહોંચાડતી સંસ્થા — ૯ વર્ષથી સ્નેહ અને સમર્પણ સાથે સેવારત.

Founder Of Trust

અમારા વિશે

મિત્રો, સમાજમાં ઘણાં એવા મધ્યમ વર્ગના જરૂરીયાતમંદ અશક્ત બા-દાદા છે કે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પૂરતું ભોજન કરી શકતા નથી — છતાં ભીખ માગવાની હિંમત પણ નથી. ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ આવા ૨૬૪ થી વધુ વડીલોની યાદી તૈયાર કરી, ઘરે બેઠાં બે સમયનું ભોજન વિનામૂલ્યે પહોંચાડે છે.

નારણપુરા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા વડીલોને ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ નિત્ય બંને ટાઈમ ભોજન ઘરે પહોંચાડે છે. સંસ્થાનો આશય છે કે વડીલો પોતાના ઘરમાં સ્વમાનભેર રહે — ઘરડા ઘર ઊભરાય નહીં. ઘણી સંસ્થાઓ ક્યારેક-ક્યારેક સેવા કરે, પણ અમારી સંસ્થા છેલ્લાં નવ વર્ષથી, ૩૬૫ દિવસ, અવિરત વડીલોની સેવામાં ડૂબેલી છે.

અમારી સેવાઓ

છાશ વિતરણ
છાશ વિતરણ

ઉનાળાની રુતુ મા છાશ વિતરણ કરવામા આવ્યુ.

કિટ વિતરણ
કિટ વિતરણ

જરુરતમંદ ને કિટ વિતરણ કરવામા આવે છે.

ભોજન વિતરણ
ભોજન વિતરણ

માનવ મંદિર મેમનગરમાં દર રવિવારે ભોજન વિતરણ.

જોયેલું... જાણેલું... અને અનુભવેલું

ગણેશભાઈ પ્રજાપતિ

સર્વ શ્રેષ્ઠ સેવા જરૂરિયાતમંદ વડીલોને ભોજન આપી કરી રહ્યાં છે ચંદ્રકાન્તભાઈ પટેલ

— ગણેશભાઈ પ્રજાપતિ

શોપ
ધ્રુવ પટેલ

ખરેખર, ચંદ્રકાન્તભાઈ પટેલ અને તેમનું ક્રિષ્ના નિ:સ્વાર્થ સેવા ટ્રસ્ટ જે સેવા કાર્ય કરી રહ્યું છે, તે અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. વડીલોને ભોજન કરાવ્યા પછી પોતે જમવાનું, તે એક સદ્ ભાવનાથી ભરેલું કાર્ય છે, જેનો હેતુ માત્ર સેવા નથી, પણ સાચી માનવતા દર્શાવતું કાર્ય છે. આવા નિ:સ્વાર્થ સેવાભાવી લોકોથી સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે. એના પિતા-માતાને પણ વંદન, જેમણે તેમને આવા સંસ્કાર આપ્યા. સાચે જ, આજે કળીયુગમાં શેઠ શગાળસાની જેમ કામ કરનાર વ્યક્તિઓ ઓછા જોવા મળે છે, અને ચંદ્રકાન્તભાઈએ સમાજ માટે એક ઉદાર ઉદાહરણ પુરું પાડ્યું છે. આ સેવા પ્રવૃત્તિઓ સતત પ્રગતિ કરે અને વધુને વધુ વડીલોને ભોજન પહોચાડી શકે, તેવી શુભકામનાઓ!

— ધ્રુવ પટેલ

વિદ્યાર્થી